સુરતમાં ગરીબોને મળતા અનાજના કૌભાંડ સામે ધારાસભ્ય વિનુ મોરડિયાએ અવાજ ઉઠાવ્યો છે. કલેક્ટર સંકલનની બેઠકમાં તેમણે કલેક્ટરને સીધી ફરિયાદ કરીને જણાવ્યું હતું કે રેશનિંગની દુકાનોના કેટલાક દુકાનદારો અને કાળા બજારીયાઓ ગરીબોને મળવાપાત્ર અનાજ સગેવગે કરી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયાને તેમના મતવિસ્તારના લોકો તરફથી આ પ્રકારની અનેક ફરિયાદો મળી હતી. લોકોએ તેમને જણાવ્યું હતું કે સરકારી દુકાનો પર તેમને મળતું અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી.
ગરીબોનું અનાજ દુકાનદારો ખાઇ જાય છેઃ મોરડિયાૉ













