સુરતમાં આશાવર્કર બહેનોને માતૃવંદના યોજનાની કામગીરીનું વેતન નહીં મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે આશા બહેનોએ મહાનગર પાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે વર્ષ 2022ની કામગીરીનું વેતન નહીં ચૂકવાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમને ટીબી અને મોતિયા ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. આજે આશા બહેનોએ સુરત મનપામાં પોતાની માગ પૂરી કરવા વિરોધ કર્યો હતો. 150 કરતા વધુ આશાવર્કર બહેનો વેતનથી વંચિત રહી છે.


[[$googlead]]

એક ફોર્મ દીઠ 150 રૂપિયા ચૂકવવાના હતાં

સુરત મહાનગર પાલિકામાં આશા વર્કર બહેનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમને માતૃવંદના યોજનાની કામગીરીનું વેતન ચૂકવવામાં નથી આવ્યું. વર્ષ 2022ની કામગીરીનું વેતન નથી ચૂકવાયું. એક ફોર્મ દીઠ 150 રૂપિયા ચૂકવવાના હતાં. ઓનલાઈન કામગીરીમાં તંત્ર દ્વારા મોબાઈલ પણ આપવામાં આવ્યો નહોતો અને તેના સીમકાર્ડ પણ ચાલુ ના હોય તેવા આપવામાં આવ્યા હોવાનો આશા બહેનોએ આક્ષેપ કર્યો હતો.

ટીબી અને મોતિયા ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી

આશાવર્કર બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, તેમને ટીબી અને મોતિયા ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. ખરેખર આ કામગીરી ડોક્ટરોની હોય છે તે આશા વર્કર બહેનોને સોંપવામાં આવી હતી. તેની સાથે મેલેરિયાની પણ કામગીરી સોંપવામાં આવી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તેમની કામગીરીમાં આધાર કાર્ડમાંથી આભા કાર્ડ બનાવાની વધારાની કામગીરી સોંપાઈ છે. તેમણે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને મળીને પગાર વધારો આપવા અથવા તો કાયમી નોકરી આપવા માગ કરી હતી.

[[$alsoread]]


  • Follow us on: