સુરતવાસીઓના પોતીકા પર્વ ચંદની પડવા વેળાએ ઘારી પાર્ટીને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલાક ભેળસેળિયા વેપારીઓ વધુ નફો કમાવાની લ્હાયમાં હલ્કી ગુણવત્તાની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરી શકે તેવી આશંકાથી મનપાના આરોગ્ય વિભાગે 17 માવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી સેમ્પલ એકત્રિત કર્યા હતા. જેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.


સેમ્પલ લઇને પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા

આગામી દિવસોમાં ચંદી પડવા સહિતના તહેવારોની સીઝન છે જેમાં ઘારી સહિતની મિઠાઈઓનું મોટાપાયે વેચાણ થાય છે. ચંદી પડવાના દિવસે સુરતીઓ એકજ દિવસમાં હજ્જારો કિલો ઘારી ઝાપટી જાય છે. ત્યારે શહેરીજનોના સ્વાસ્થ્યને નુકશાન નહી થાય તે માટે ભેળસેળ કરનારા વેપારીઓ પર સકંજો કસવા માટે પાલિકાએ તૈયારી કરી છે. જેના ભાગરૂપે પાલિકાએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી માવા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતા. કુલ 17 માવા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહીમાં તમામ સ્થળો પરથી સેમ્પલ લઇને પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.

આ જગ્યા પરથી સેમ્પલ લેવામાં આવ્યા માવા અને ઘારીના

જૈન માવા ભંડાર, પીરછડી રોડ, હરીપુરા
ઓમ બંસી માવા ભંડાર, ભાગળ
શ્રી કૃષ્ણ માવા ભંડાર, ખાંડવાલાની શેરી, વાડી ફળીયા
શંકર માવાવાલા, તરતીયા હનુમાન મંદીર પાસે, હરીપુરા
શ્રીનાથજી ચુનીલાલ માવાવાલા, ભાગળ શાક માર્કેટ પાસે
નંદશંકર માવાવાલા, કોટસફીલ રોડ, દેનાબેંક પાસે
દુર્લભભાઈ છગનલાલ માવાવાળા, બરાનપુરી ભાગળ
મિલ્ક પેલેસ ફુડ્સ લિમિટેડ, આનંદ એપાર્ટમેન્ટ, ભટાર
સુગમ ડેરી, કર્મયોગ સામે, પેટ્રોલ પંપ, જહાંગીરપુરા
શ્રી વલ્લભ દૂધ મંડળી-મીઠાઇ, ખોડલ છાયા સોસાયટી, મોટાવરાછા
સુગમ ડેરી, નોવા કોમ્પ્લેક્સ, અડાજણ
શ્રી અંબિકા માવાવાળા, આવિર્ભાવ સોસાયટી, પાંડેસરા
કૃષ્ણ માવા ભંડાર, રૂવાલા ટેકરા, પીછરડી શેરી
સુરજ માવા ભંડાર. મહિધરપુરા, પીછરડી શેરી
શ્રી કનૈયા ડેરી અને મીઠાઇ, ક્રિશ્ના કોમ્પલેક્સ, કતારગામ
 
  • Follow us on: