દિવાળીના બે અઠવાડિયા બાકી છે ત્યારે સુરતમાં વસતા પરપ્રાંતીય ભાઈઓ વતને જવા માટે નીકળ્યા છે, ઉધના રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોની લાગી લાંબી લાઈન જોવા મળી છે, ટિકિટ મળી ના શકી તે માટે જનરલ ડબ્બામાં બેસવા માટે રાત્રે 9:00 વાગ્યાથી લાઈન લગાવીને બેઠા મુસાફરો, મુસાફરો દિવાળી, છઠપૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ વતને જવા માટે નીકળ્યા છે અને તાપી ગંગા ટ્રેન મારફતે મુસાફરો વતન જઈ રહ્યા છે.


[[$googlead]]

મુસાફરો માટે પ્લેટફ્રોમ ઉપર મેડિકલની વ્યવસ્થા કરવી જરૂરી છે

રેલવે તંત્રને જાણ છેકે, જનરલ ડબ્બામાં બેસવા માટે સ્ટેશન ઉપર મુસાફરો રાતે જ લાઈનમાં લગાવી બેઠા હોય છે અને તેમ છતાં સ્ટેશન ઉપર અને આખા પ્લેટફોર્મ ઉપર મેડિકલની વ્યવસ્થાઓ કરવામાં આવી નથી, તો મુસાફરો લાઈનમાં બેઠા હોય ત્યારે કેટલીક વખત કેટલાક મુસાફરો બેભાન થઈ જતા હોય છે અને ત્યારે મુસાફરો માટે પ્લેટફ્રોમ ઉપર મેડિકલની વ્યવસ્થા કરવી જરૂરી છે. દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારૂ ઉભરાઈ ગયું છે. છઠ પૂજા માટે યૂપી, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે.

મુસાફરોને તકલીફ ના પડે તે માટે વધારાના કોચ પણ મૂકાયા

મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી/છઠ પૂજા તહેવારોની સિઝન દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉડીસા સહિતના વિવિધ સ્થળો માટે વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા આ સ્થળોએ ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.

[[$alsoread]]

યૂટીએસ એપ (UTS APP)ની વિશેષતાઓનો રેલવે મુસાફરો લઈ શકશે લાભ

•યાત્રી પોતાના મોબાઈલ ફોનથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે.

•યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.

•ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ તથા R-Wallet નો વિકલ્પ ઉપલબ્ધ.

•R-Wallet રિચાર્જ પર 3% બોનસ રકમ મેળવો.

•ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં.

•સમય અને પૈસાની બચત.

•છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.

•પેપરલેસ ટિકિટની સુવિધા, જે પર્યાવરણને અનુકૂળ છે.


  • Follow us on: