સુરતમાં ખાડીપૂરને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં પાયલ પાયલ સાકરીયાએ ખાડીપૂર સમસ્યા મામલે શાસક પક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ખાડી પૂર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.


 ત્રણ વર્ષમાં સમસ્યા મામલે શું કામગીરી કરી

ધારાસભ્યોએ ખાડી પૂર ન આવે તે માટેના પ્રશ્નો કેમ ન ઉઠાવ્યા. દરેક શનિવારે ધારાસભ્યો સંકલન બેઠકમાં શું કરે છે. અમે માગણી કરીએ છીએ કે તમે છેલ્લા ત્રણ વર્ષમાં જમીને લેવલ પર શું કામગીરી કરી છે તે જણાવો. ખાડીપૂરના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ઘરવખરી ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય છે. લોકોને થતા તો જંગી નુકસાન માટે જવાબદાર કોણ ? 

ખાડીપુર માટે ધારાસભ્યો જવાબદાર

ખાડીપુર માટે જવાબદાર ધારાસભ્યો કહેવાય છે. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં આવે છે તો તે આજ દિન સુધી કેમ દૂર કરવામાં આવ્યા નથી. ખાડીપૂરના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ઘરવખરી ખરાબ થઈ જાય છે. આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાય છે. લોકોને થતા તો જંગી નુકસાન માટે જવાબદાર કોણ ? સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળીને ટીપી સ્કીમ બનાવે છે. પોતાના માનવંતા બિલ્ડરોને લાભ અપાવવા માટે ધારાસભ્ય પુર આવે તે વિસ્તારોમાં ફાઇનલ પ્લોટ મૂકી દેતા હોય છે

રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહી

ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવ એમાં ત્યાં સુધી દૂર કરવામાં આવ્યા નહીં. કેન્દ્રીય મંત્રી જ્યારે આ બાબતે મુદ્દો ઉઠાવે છે ત્યારે અધિકારી કહે છે કે અમારી પાસે મશીનરી નથી અમને મશીનરી આપો ઝીંગા તળાવ દૂર કરવાની. કેટલાક ધારાસભ્ય ઝિંગા તળાવ બનાવી રહ્યા છે. ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં.

વરસાદી નેટવર્કના આયોજનમાં મોટી ખામી

વરસાદી લાઈન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે પરંતુ વરસાદી નેટવર્કનું આયોજન છે તેમાં મોટી ખામી છે. ખામીના કારણે તમામ વરસાદી લાઇન ચોકઅપથઈ જાય છે. 30 વર્ષના શાસનમાં કરોડો રૂપિયા ભાજપના નેતા અને તેમના મળત્યાઓ એક ખિસ્સામાં નાખ્યા છે. જણાવી દઈએ કે ખાડીપૂરને લઈને થોડા દિવસ પહેલા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIએ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરતા સત્તાધીશો અને હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા સાથે વિરોધ કર્યો હતો.

  • Follow us on: