જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. રાજ્યભર માટે ફાળવવામાં આવેલી કુલ 500 નવી પીસીઆર (PCR) વાનમાંથી સુરત શહેર પોલીસને 65 અત્યાધુનિક વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવા વાહનો મળવાથી સુરત શહેરમાં પોલીસનું પેટ્રોલીંગ અને ઈમરજન્સી રિસ્પોન્સ વધુ ઝડપી બનશે.

સુરતના રસ્તાઓ પર આજથી કાર્યરત થશે વાહનો

શહેરના નાગરિકોની સુખ, શાંતિ અને સલામતીને પ્રાથમિકતા આપતાં આ તમામ વાહનોને આજથી જ સુરતના રસ્તાઓ પર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ અત્યાધુનિક વાહનોની મદદથી કોઈ પણ ઈમરજન્સી કે ઘટનાના સમયે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકશે, જેનાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મોટી મદદ મળશે.


Big news for the safety of Surat residents


ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકાર્પણ

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (વાબાંગ જામીર) અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ નવી વાહનોને લીલી ઝંડી આપીને લોકસેવા અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવા વાહનોના ઉમેરાથી સુરત શહેર સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સજ્જ બનશે અને પોલીસની કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો