ગુજરાતભરમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ રજાઓ જાહેર થઈ ચૂકી છે. આ દરમિયાન સુરત શહેરમાંથી નાગરિકો માટે એક અત્યંત રાહત અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. સુરત RTO (પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી) દ્વારા રવિવારની સત્તાવાર રજા હોવા છતાં આજે કચેરીનું કામકાજ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને અગવડ ન પડે અને તેમના અટવાયેલા કામો સમયસર પાર પડે તે માટે RTO તંત્ર દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
8 થી 10 તારીખ સુધી RTO કચેરીમાં રજાઓ રહેશે
આગામી દિવસોમાં એટલે કે 8 થી 10 તારીખ સુધી સુરત RTO કચેરીમાં દિવાળીની સત્તાવાર રજાઓ રહેવાની છે, જેના કારણે અરજદારોના લાયસન્સ કે અન્ય કાર્યો અટકી ન પડે તે માટે રવિવારે કામકાજ શરૂ રાખવાનો સારો નિર્ણય લેવાયો હતો. આજની આ વિશેષ વ્યવસ્થા અંતર્ગત ટુ-વ્હીલર (બાઇક) અને ફોર-વ્હીલર (કાર) ના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું કામકાજ પૂરજોશમાં શરૂ રહ્યું હતું. સવારથી જ બપોર સુધીમાં મોટી સંખ્યામાં અરજદારોએ ટેસ્ટ ટ્રેક પર પહોંચીને પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા હતા અને તેનો લાભ લીધો હતો.
