સુરતમાં નાયલોન મધર યાર્નના ભાવમાં ફરી વધારો થયો છે, ભાવમાં કિલો દીઠ 80 થી 90 રૂપિયાનો વધારો થયો છે, છેલ્લા 1 મહિનામાં યાર્નના ભાવમાં ત્રીજી વખત વધારો થયો હોવાની વાત સામે આવી છે, યાર્નથી વિવિધ ટેક્સટાઈલ પ્રોડક્ટનું કાપડ બને છે અને નાયલોન યાર્નમાં ફરી ભાવ વધારાથી વીવર્સ ચિંતામાં છે.


[[$googlead]]

20 દિવસમાં નાયલોન મધર યાર્નના ભાવમાં વધારો

સુરતમાં નાયલોન મધર યાર્નના ભાવમાં વધારો થયો છે, કિલો દીઠ 80 થી 90 રૂપિયાનો ભાવ વધારો થયો છે, આ યાર્નના કારણે વિવિધ ટેકસટાઈલ પ્રોડકટનું કાપડ બને છે. ભાવમાં વધારો થતા તેની સીધી અસર યાર્નના વેપારીઓ પર થઈ છે અને જે વેપારીઓ કાપડનું પ્રોડકશન કરે છે તેમાં પણ તેની અસર થઈ છે, ભવિષ્યના સમયમાં કાપડના ભાવમાં વધારો પણ આવી શકે છે, તેવી શકયતાઓ સેવાઈ રહી છે, યાર્નની માગ વધુ છે અને તેની સામે સપ્લાય ઓછી હોવાની વાત છે.

[[$alsoread]]

યાર્નનો ઉપયોગ કરીને વિવિધ ટેક્સટાઈલ પ્રોડક્ટનું કાપડ બને છે

છેલ્લા એકાદ મહિનાથી નાયલોન યાર્નમાંથી બનતા ગ્રેની બે-ત્રણ ક્વોલિટીમાં સારી ડિમાન્ડ નીકળી છે. દરમિયાન શોર્ટ સપ્લાયને કારણે કેટલાક સ્પીનર્સે કાર્ટેલ રચી છેલ્લા 20 દિવસમાં નાયલોન મર્ધર યાર્નના ભાવમાં પ્રતિ કિલોએ 80 થી 90 રૂપિયા સુધીનો વધારો કરતા વિવર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રીતે વારંવાર ભાવવધારો કરાતો હોવાથી ફોગવા દ્વારા આ મામલે સરકારમાં રજૂઆત કરવામાં આવનાર છે. સુરતમાં દર મહિને 10 થી 12 હજાર ટન નાયલોન યાર્નની માંગ રહે છે.   

  • Follow us on: