વારી ગ્રૂપ પર ઇન્કમટેક્સની તપાસમાં રોજ નવા ભોપાળા બહાર આવી રહ્યા છે. સોલાર ક્ષેત્રે જાણીતી કંપની દ્વારા ટેક્સ ચોરી કરવા માટે કરવામાં આવેલી ગેરરીતિની પોલ ઉઘાડી પડતા આઇટી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે, કારણ કે એવી હકીકત બહાર આવી છે કે કંપનીએ ચાઇનાથી સોલાર સેલ મંગાવીને તેના સિક્કા સચિન એસઇઝેડ ખાતે આવેલી કંપનીમાં મેઇડ ઇન ઇન્ડિયાના સિક્કા મારીને અમેરિકા મોકલી આપ્યા છે. આ કારણોસર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સચિન એસઇઝેડમાં કાર્યરત વારી કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં કયા કયા દેશમાં અને કેટલું એક્સપોર્ટ કર્યુ છે સહિતની વિગતો મંગાવી છે. આ વિગતોના આધારે કેટલા રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી તેની પણ ગણતરી હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.


સચિન એસઇઝેડમાં વિદેશથી વસ્તુ મંગાવીને તેમાં જોબવર્ક કરવામાં આવ્યા બાદ ફરી વિદેશ મોકલી દેવામાં આવે તો એક પણ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી. તેનો સીધો લાભ લઇને વારી ગ્રૂપ દ્વારા ચાઇનાથી સોલાર સેલ મંગાવીને તેના પર મેઇડ ઇન ઇન્ડિયાના સિક્કા મારીને અમેરિકા મોકલી આપ્યા હતા. તેની તપાસ અમેરિકામાં તો શરૂ કરવામાં આવી જ છે, પંરતુ આ સિક્કા સચિન એસઇઝેડમાં મારવામાં આવ્યા હોવાની આશંકાના આધારે ઇન્કમટેક્સ વિભાગે પણ તેની તપાસ શરૂ કરી છે. તેના ભાગરૂપે સચિન એસઇઝેડમાં વારી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા એક્સપોર્ટની તમામ વિગતો માંગવામાં આવી છે. જેથી વિગતોના આધારે ઇન્કમટેક્સ વિભાગ તો તપાસ કરશે. ત્યારબાદ કસ્ટમ વિભાગ અને એસઇઝેડના જવાબદારો પણ તપાસ કરીને કેટલા રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે તેનો તાળો મેળવે તેવી પણ શક્યતાઓ ઊભી થઇ છે.


  • Follow us on: