સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર 2 પર આવેલી 'ક્રિષ્ના સિલ્ક મિલ' માં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ લાગી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મિલમાં કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. બોઇલર ધડાકા સાથે ફાટતાની સાથે જ આગે મિલના અન્ય ભાગોને પણ ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

4 લોકો ગંભીર રીતે દાઝ્યા, 108 મારફતે સિવિલ ખસેડાયા

આ દુર્ઘટનામાં મિલમાં કામ કરી રહેલા 4 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્ત કામદારોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

Boiler bursts in silk mill in Surat

ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. બોઇલર કયા કારણોસર ફાટ્યું તે અંગે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો