સુરતમાં મચ્છરજન્ય રોગોના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું (SMC) તંત્ર એક્શનમાં આવ્યું છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોને ફેલાવતા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો (બ્રીડિંગ સ્પોર્ટ) સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


સુરતમાં વધતા રોગચાળાને લઈ તંત્ર એક્શનમાં

મોટી કાર્યવાહી અને દંડ: રોગચાળાની ગંભીરતાને જોતા SMC દ્વારા બ્રીડિંગ સ્પોર્ટ (Breeding Spots) મળી આવતા 1800થી વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ, અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયાથી વધુનો દંડ (Fine) પણ વસૂલવામાં આવ્યો છે. મચ્છરોને જન્મ આપતી સ્થિતિ ઊભી કરનારા સામે તંત્રએ લાલ આંખ કરી છે. વ્યાપક સર્વે અને અભિયાન: SMCના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેલ્લા 18 દિવસમાં સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે ૧૦ લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અભિયાનનો મુખ્ય હેતુ મચ્છરોના લાર્વા અને પોરા જ્યાં જામી રહ્યા હોય તેવા સ્થળોને શોધીને તેનો નાશ કરવાનો છે.

મચ્છરના બ્રિડિંગ મળતા રૂ. 6 લાખથી વધુનો દંડ

આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ (Dengue), ચિકનગુનિયા (Chikungunya), અને મેલેરિયા (Malaria) જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે સમગ્ર શહેરમાં વ્યાપક સર્વે અને સફાઈ અભિયાન (Survey and Cleanliness Campaign) જોરશોરથી ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થવા દે અને તંત્રના આ અભિયાનમાં સહકાર આપે, જેથી સુરતને રોગમુક્ત બનાવી શકાય.

  • Follow us on: