સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ઠગાઈ આચરનાર ત્રિપુટીએ આયોજિત કાવતરાના ભાગરૂપે પહેલા કાપડ માર્કેટમાં પોતાની સારી શાખ ઊભી કરી હતી. શરૂઆતમાં તેમણે વેપારીઓ પાસેથી નાનો-મોટો માલ ખરીદી તેમજ જોબવર્ક કરાવીને તેનું ચુકવણું નિર્ધારિત સમયે અને રોકડમાં કરી દીધું હતું.

સુરત કાપડ માર્કેટમાં કરોડોનો ચૂનો

આ સમયસરના પેમેન્ટના આધારે તેમણે કાપડના વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો, જેથી વેપારીઓને તેમની દાનત પર કોઈ શંકા રહી નહોતી.એકવાર માર્કેટમાં પકડ મજબૂત થઈ ગયા બાદ આ ત્રિપુટીએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. તેમણે એક-બે નહીં પરંતુ સરથાણા વિસ્તારના ૯ જેટલા કાપડ વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનું પ્રોસેસિંગ અને જોબવર્ક કરાવ્યું હતું.

ટેક્સટાઈલ વેપારના બહાને જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

કુલ રૂ. 1.28 કરોડ જેટલું મંગી જોબવર્ક થઈ ગયા બાદ જ્યારે વેપારીઓએ પોતાના બાકી પેમેન્ટની માંગણી કરી ત્યારે આ ત્રિપુટી વાયદાઓ કરવા લાગી હતી. અંતે પોતાની દુકાન/ઓફિસ બંધ કરીને ત્રણેય જણા રાતોરાત ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા તમામ 9 વેપારીઓએ એકઠા થઈ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ ઠગ ત્રિપુટી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો

સરથાણા પોલીસે 9 વેપારીઓની સંયુક્ત રજૂઆત અને લેખિત ફરિયાદના આધારે ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે.પોલીસે આરોપી ત્રિપુટીના વેપારી સ્થળો, રહેણાંક સરનામા તથા સીસીટીવી (CCTV) અને બેંક એકાઉન્ટના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ઉધનામાં આધેડ કોન્ટ્રાક્ટરે બે સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી