દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના વિશ્વપ્રસિદ્ધ કાપડ બજાર માટે એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન (FOSTA) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દિવાળીના તહેવારો સુધી સુરતના તમામ ટેક્સટાઇલ માર્કેટ દર રવિવારે પણ ખુલ્લા રાખવામાં આવશે.
દિવાળી સુધી તમામ ટેક્સટાઇલ માર્કેટ દર રવિવારે ખુલ્લા રહેશે
તહેવારોની સિઝનમાં સ્થાનિક તેમજ રાજ્ય બહારથી આવતી કાપડની ભારે માંગને પહોંચી વળવા માટે ફોસ્ટા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની આશરે 65,000 થી 70,000જેટલી કાપડની દુકાનો હવે દર રવિવારે પણ ધમધમતી જોવા મળશે.
