સુરત શહેરના ડુમસ રોડ વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટી મંગલમ લિસ્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં રહેતા પરિવારની 37 વર્ષીય મહિલા પોતાના ઘરના બાથરૂમમાં રોજની જેમ નહાવા માટે ગઈ હતી.બાથરૂમમાં ગયા બાદ મહિલા અચાનક બેભાન થઈ ઢળી પડી હતી.સામાન્ય રીતે નહાવામાં જેટલો સમય લાગે તેના કરતા ઘણો વધારે સમય વીતી ગયો હોવા છતાં મહિલા બાથરૂમમાંથી બહાર આવી ન હતી.આ બાબત ઘરમાં હાજર રહેલા પરિવારજનોના ધ્યાને આવી હતી.પરિવારના સભ્યોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી.પરિવારજનોએ બાથરૂમ પાસે જઈને મહિલાને અવાજ આપ્યો હતો.અંદરથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતાં પરિવારે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો.દરવાજો અંદરથી મજબૂત રીતે બંધ હતો અને મહિલા તરફથી કોઈ અવાજ આવતો ન હતો. 

દરવાજો અંદરથી બંધ હોવાને લીધે ખુલી શક્યો ન હતો

પરિવારે અનેક પ્રયાસો કરવા છતાં પણ બાથરૂમનો દરવાજો ખુલ્યો ન હતો.અંદર ફસાયેલી મહિલાની સ્થિતિ અંગે ચિંતિત બનેલા પરિવારે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના તરત જ ફાયર બ્રિગેડ વિભાગનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી મદદની માંગણી કરી હતી.પરિવાર તરફથી કોલ મળતાની સાથે જ રૂંઢ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી.ફાયર વિભાગના જવાનો કોઈપણ વિલંબ વગર ડુમસ રોડ સ્થિત મંગલમ લિસ્ટ ખાતે પરિવારના ઘરે પહોંચી ગયા હતા.ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ મહિલા બાથરૂમની અંદર બેભાન હાલતમાં ફસાયેલી હોવાથી તરત જ કામગીરી શરૂ કરી હતી. જવાનોએ દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાને લીધે ખુલી શક્યો ન હતો.

મહિલાને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી

ફાયર વિભાગના જવાનોએ સાવચેતીપૂર્વક દરવાજો તોડી નાખ્યો હતો.દરવાજો તોડીને જોતાં મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી.ફાયર વિભાગના જવાનો દ્વારા બાથરૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા બાદ મહિલાને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.સમયસર પહોંચેલી રૂંઢ ફાયરની ટીમે ત્વરિત કામગીરી કરીને મહિલાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.બાથરૂમમાં બેભાન થયેલી 37 વર્ષીય મહિલા હેમખેમ બહાર આવી જતાં પરિવારે મોટી રાહત અનુભવી હતી.પોતાના સ્વજનનો જીવ બચી જતાં મહેતા પરિવારે રૂંઢ ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.સુરતમાં બનેલી આ ઘટનામાં ફાયર વિભાગની તાત્કાલિક અને સરાહનીય કામગીરીને કારણે મહિલાનો જીવ બચી શક્યો હતો અને સમગ્ર પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.