સુરત શહેર પોલીસ દ્વારા જૂના અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ઝોન-2 ની ટીમને મોટી સફળતા સાંપડી છે. પોલીસે બાતમીના આધારે 20 વર્ષ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને ત્યારથી જ ફરાર આરોપી આનંદ ઉર્ફે પિયુષને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસે બે દાયકા જૂના ગુનામાં આરોપીને દબોચ્યો
આરોપીએ વર્ષ 2006 માં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા એક મકાન/દુકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી સાડીઓના જથ્થા સહિત કુલ રૂ. 4,30,000 ની મત્તાની ચોરી કરી હતી અને વિદેશ કે અન્ય રાજ્યમાં ભાગી છૂટ્યો હતો. ચોરી કર્યા બાદ આરોપી સતત પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો. જોકે, ઝોન-2 પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે તેની ચાલ પર નજર રાખીને આખરે તેને દબોચી લીધો છે.
