સુરેન્દ્રનગર સહિત રાજયભરની 3 હજારથી વધુ વસ્તીવાળી જર્જરીત ગ્રામ પંચાયતોની સરકારે માહીતી માંગી હતી. જેમાં રાજયના પંચાયત ગ્રામ ગૃહ નીર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઝાલાવાડની 18 ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવા વહીવટી મંજુરીની મહોર મરાઈ છે. રૂપીયા 5 કરોડથી વધુના ખર્ચે આ 18 ગ્રામ પંચાયતો નવી બનતા ગ્રામ્ય પંથકમાં લોકોની સુખાકારીમાં વધારો થશે.


રાજયના પંચાયત ગ્રામ ગૃહ નીર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજય ભરની 3 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને નવી બનાવવાની કાર્યવાહી આરંભાઈ છે. જેમાં અગાઉ દરેક જિલ્લામાંથી આવી ગ્રામ પંચાયતો જે જર્જરીત હોઈ કે, પંચાયત ઘર જ ન હોય તેવી ગ્રામ પંચાયતોની ગુગલ ડ્રાઈવ દ્વારા માહીતી મંગાવાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીકના માર્ગદર્શનથી જે તે તાલુકામાંથી માહિતી મુકવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં રાજયના પંચાયત ગ્રામ ગૃહ નીર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઝાલાવાડની 18 ગ્રામ પંચાયતોને નવી બનાવવા વહીવટી મંજુરીની મહોર મારી છે. આ ગ્રામ પંચાયતો રૂપીયા 5,08,83,000ના ખર્ચે નવી બનનાર છે. આ ગ્રામ પંચાયતોમાં 12 ગ્રામ પંચાયતોની વસ્તી 5 હજારથી ઓછી અને 6 ગ્રામ પંચાયતોની વસ્તી 5 હજારથી વધુની છે. જયારે જિલ્લાના 7 તાલુકાઓમાં 18 ગ્રામ પંચાયતો નવી બનવા જઈ રહી છે. જેમાં વઢવાણની 3, મુળીની 1, ધ્રાંગધ્રાની 2 , ચોટીલાની 2, લીંબડીની 6, ચૂડાની 3 અને લખતરની 1 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ ગ્રામ પંચાયતો નવી બનતા ગ્રામ્ય પંથકના લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.


  • Follow us on: