સુરેન્દ્રનગર શહેરમાં અજાણી લાશ મળી આવવાનો સીલસીલો જારી છે. થોડા દિવસ પહેલા વઢવાણ શનીદેવ મંદીર પાછળ ભોગાવા નદીમાંથી પુરૂષની લાશ બાદ બે દિવસના સમયગાળામાં 1 યુવતી સહિત 3 લાશ મળી આવી છે. જેમાં શનિવારે બપોરે રીવરફરન્ટ રોડ પર ગાય સર્કલ નજીક ભોગાવા નદીમાંથી એક પુરૂષની લાશ મળી આવી છે.


વઢવાણના ઘરશાળા રોડ પર આવેલ શનીદેવ મંદિર પાછળ ભોગાવા નદીમાંથી 2 દિવસ પહેલા એક પુરૂષની લાશ મળી આવી હતી. આ અંગે હજુ વઢવાણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે છેલ્લા 2 દિવસમાં વધુ 3 લાશ શહેરમાંથી મળી આવી છે. જેમાં શુક્રવારે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પરની એક હોટલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ યુવક પરપ્રાંતીય અને જીઆઈસીડીમાં મજુરી કરતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. બીજી તરફ શહેરના બસ સ્ટેશન રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના ધાબા પર યુવતીની લાશ હોવાના સમાચાર મળતા બી ડીવીઝન પોલીસ દોડી ગઈ હતી. આ અંગે તપાસ કરતા મૃતક યુવતી ધ્રાંગધ્રાની હતી. આશરે 25થી 30 વર્ષના સંગીતાબેન છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરેથી કયાંક ચાલ્યા ગયા હતા. ત્યારે મૃતકના પરીવારજનોએ લાશનો કબજો મેળવી અંતીમ વીધી કરી હતી. જયારે શનિવારે બપોરના સમયે શહેરના રીવરફરન્ટ રોડ પર આવેલ ગાય સર્કલ નજીક પીકઅપ બસ સ્ટોપ પાછળ ભોગાવામાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જોરાવરનગર પીઆઈ એચ.જી.ગોહીલ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને ભોગાવામાંથી મૃતકની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી તેના પરિવારજનોની શોધખોળ આદરી હતી. જેમાં મૃતક રતનપર ખાણ વીસ્તારમાં રહેતા 32 વર્ષીય રમેશભાઈ નટુભાઈ કોળી હોવાનું સામે આવ્યુ છે.


  • Follow us on: