જિલ્લામાં સાતમ આઠમના તહેવારો શરૂ થતા જુગારની મૌસમ ખીલી છે. ત્યારે પોલીસે જિલ્લાભરમાં 8 દરોડા કરીને જુગાર રમતા 45 શખ્સોને ઝડપ્યા હતા. ચોટીલાના દેવસર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા કાનજી મોતીભાઈ મુલાણી, અરવિંદ રમેશભાઈ સુરેલા, સહદેવસીંહ અનોપસીંહ ચૌહાણ, મુકેશ ઘુઘાભાઈ ડાભી, પરસોત્તમ મોહનભાઈ ઓળકીયા, ગોરધન રામશીભાઈ મજેઠીયા, જયસુખ રાયમલભાઈ ઉઘરેજા, કાજલ સંજયભાઈ સોલંકી રોકડા રૂ.91,900, 8 મોબાઈલ ફોન સહિત રૂ. 1.46 લાખની મતા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં સંજય ભુપતભાઈ સોલંકી ફરાર થઈ ગયો હતો. જયારે ધ્રાંગધ્રાની ખારી શેરીમાં ઠાકરના મંદીર પાસે ગુડદી પાસાનો જુગાર રમતા હિતેશ રામાભાઈ મેવાડા, મફા દેવાભાઈ મુંધવા, રાજુ બાબુભાઈ ધ્રુવપાલ, રફીક ઉસ્માનભાઈ ભટ્ટી, મહેશ પોપટભાઈ મેવાડા, આમીન હસમુખભાઈ નાયક, મનીશ ઘનશ્યામભાઈ રાવલ, હબીબ રહીમભાઈ વંધેરા, પોપટ મેરૂભાઈ શીહોરા, મેહુલ નવઘણભાઈ મકવાણા અને વિજય રમતુભાઈ મેવાડા રોકડા રૂ. 40,770, 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 88,270ની મત્તા સાથે પકડાયા હતા. બીજી તરફ સાયલાના સામત52 ગામે સીમવાડીના શેઢે જુગાર રમતા વાલજી નાથાભાઈ કણઝરીયા, ઉમેશ ઉજાભાઈ બોહકીયા, જયેશ રમેશભાઈ બોહકીયા, સંજય બાબુભાઈ કણઝરીયા, બાબુ બીજલભાઈ કણઝરીયા, ગોવિંદ રસીકલાલ ડેડાણીયા, કીશન રમેશભાઈ કણઝરીયા, ભરત ઘુઘાભાઈ કણઝરીયા, ગોપાલ વીનાભાઈ સારલા અને દશરથ પાંચાભાઈ રાતોજા રોકડા રૂ. 39,850, 5 મોબાઈલ ફોન સહિત રૂ. 65,850ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં જોરૂ હમીરભાઈ દેત્રોજા ફરાર થઈ ગયો હતો. અને સુરેન્દ્રનગરના ઉદ્યોગનગરના ગેટ પાસે ગુડદી પાસાનો જુગાર રમતા તેજસ પ્રભાતભાઈ કાવડીયા, મહેશ કેશુભાઈ ચૌહાણ, અશોક રસીકલાલ વસવેલીયા, કલ્પેશ ડાયાભાઈ નાકીયા અને કીરણ ભીખુભાઈ પનારા રોકડા રૂ. 32,600 સાથે પકડાયા હતા. આ ઉપરાંત લખતરના ભડવાણા ગામે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા વલ્લભ કરશનભાઈ રોજાસરા, બળદેવ નાગરભાઈ દુધરેજીયા, સુખલાલ લાલજીભાઈ શીશા, ભુપત ભીખાભાઈ દેગામા, મહાદેવ ગટુરભાઈ દેગામા, રમેશ રઘુભાઈ રોજાસરા અને કાનજી ઝવેરભાઈ પાધરીયા રોકડા રૂ. 18,580 સાથે પકડાયા હતા. તથા દસાડાના પાનવા ગામે સુથારવાસમાં જુગાર રમતા ધારશી જેઠુભાઈ પાનવેચા, પ્રવીણ કલ્યાણભાઈ સુથાર, બહાદુર કનુભાઈ પાનવેચા અને ચીરાગ ભોગીભાઈ રાઠોડ રોકડા રૂ. 5,370, 2 મોબાઈલ ફોન સહીત પકડાયા હતા. થાન પોલીસની ટીમે ચાંદરેલીયા ગામે રેડ કરી હતી. જેમાં સુરેશ વાલજીભાઈ સેટાણીયા રૂ. 11,600ની મત્તા સાથે પકડાયો હતો. આ દરોડામાં ભરત દેવાભાઈ સારલા, રમેશ દેવાભાઈ સારલા, રઘો, રાજુ અને અતુલ ફરાર થઈ ગયા હતા.

Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત









