ચોટીલા ડેપ્યુટી કલેકટર ટીમ સાથે રાત્રે બે વાગે જશદણ હાઇવે ઉપર ચેકીગ કરી રહયા હતા એ દરમ્યાન અલગ અલગ માલીકના આઠ ડમ્પરો ગેરકાયદેસર રોયલ્ટી વગરના અને ઓવરલોડ રેતી ભરીને જતા સમયે ચેક કરી જપ્ત કરી 3.22 કરોડ રૂપીયાની કિમતનો મુદમાલ સીઝ કરી દેતા ખનીજમાફીયાઓમાં દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા જિલ્લામાં ખનીજચોરી અટકાવવા માટે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા આખો દિવસ સરની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાય રાત્રે ચેકીંગમાં નીકળી પડે છે.ડેપ્યુટી કલેકટરની ટીમ રાત્રે બે વાગે જશદણ હાઇવે ઉપર લાખણકા નજીક અલખધણી હોટલ નજીક ચેકીંગ કરી રહયા હતા.આ દરમ્યાન આઠ રેતી ભરેલા ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ વજન ભરેલા મળી આવ્યા હતા. આ તમામ ડમ્પરો સહિતનો 3.22 કરોડ રૂપીયાની કિમતનો મુદમાલ જપ્ત કરી સીઝ કરી દઇ માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમ તંત્ર દ્વારા સતત ખનીજચોરી અટકાવવા તવાઇ બોલાવાતી હોવા છતાય ખનીજમાફીયાઓ રાત્રે પોતાનુ કામ પાર પાડવા વહન કરી રહયા છે.ડેપ્યુટી કલેકટર અને ખાણ ખનીજ વિભાગ સાથે સંકલન કરી બધા વિભાગ સાથે જોડાય તો સદંતર ખનીજચોરી અટકાવી શકાય.ચોટીલા ડેપ્યુટી કલેકટરે જણાવેલકે ગેરકાયેસર ખનીજચોરી કોઇ પણ જગ્યાએ ચલાવવા દેવાશે નહી.










