થાનગઢની જય અંબે સોસાયટીમાં ઘરમાં રાખેલા ફરીઝમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢની જય અંબે સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ નરસીહભાઇ રાદલપરાના મકાનમાં રાખેલા ફરીઝમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ થતાની સાથે જ એકાએક આગ લાગી ગઇ હતી.અને જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઇ હતી.આગ લાગતાની સાથે જ પાલીકાના ફાયરફાયટરની ટીમને જાણ કરતા ફાયર ફાયટરની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી.ફાયર ટીમ પહોચે એ પહેલા ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી પરંતુ સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી.પરંતુ ફાયરની ટીમે આગ ઉપર કાબુ લઇ લેતા આજુબાજુમાં આગ ફેલાતા અટકતા શેરીવાળા સહિતના લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.પ્રાથમીક અનુમાન મુજબ આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી પરંતુ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય અને ફરીઝના ગેસના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવાઇ રહયુ છે.










