અમદાવાદ રહેતા બીએસએફના નિવૃત જવાન દિવાળી પર પરિવાર સાથે વતન ચૂડાના કંથારીયા ગામે આવ્યા હતા. જેમાં ઘર પાસે ઉકરડો સાફ કરતા સમયે ગામના શખ્સે અટકાવતા સામસામે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે મહિલા સહિત 8 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


મુળ ચૂડા તાલુકાના કંથારીયા ગામના ભરતભાઈ જીવાભાઈ પરમાર હાલ અમદાવાદમાં રહે છે. તેઓ બીએસએફમાં ફરજ બજાવતા હતા અને 8 માસ પહેલા સ્વૈચ્છીક નીવૃતી લીધી છે. તેમના દિકરા અને તેમના ભાઈના દિકરાની ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે હનુમાનજી મંદિરે સવા મણ તલની બાધા હોઈ તેઓ દિવાળીના સમયે વતન આવ્યા હતા. તેમના ઘર પાસે ખુલ્લી જગ્યા હોઈ અને ઉકરડો થયો હોઈ ગત તા. 23મીએ તેઓ આ જગ્યા સાફ કરતા હતા. ત્યારે ગામનો વહાણ વાઘેલા નામનો શખ્સ આવ્યો હતો અને આ પંચાયતની જગ્યા છે, હું સરપંચના ચાર્જમાં છુ, આ કામ બંધ કરો તેમ કહ્યુ હતુ. આથી ભરતભાઈએ ગામના મહિલા સરપંચના પતિ ધર્મેશભાઈ મેરને ફોન કરતા તેઓએ તેમના પત્ની સરપંચના ચાર્જમાં હોવાની વાત કરી હતી. બાદમાં વહાણ વાઘેલા, તેના 2 દિકરા, નાનો ભાઈ, નાના ભાઈના પત્ની અને રમેશ વાઘેલાએ આવી બોલાચાલી કરી ભરતભાઈ અને તેમના ભાણેજ સ્વપ્નીલ કીશનભાઈ પરમારને ઢીકાપાટુનો માર માર્યો હતો. જયારે સામાપક્ષે અરૂણાબેન વહાણભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ભરત પરમાર જેસીબી વડે કામ કરાવતા હોઈ વહાણભાઈએ આ પંચાયતની જગ્યા હોવાનું કહેતા ભરત પરમાર, દિગ્વીજય જીવાભાઈ પરમાર અને હસમુખ જેઠાભાઈ પરમારે વહાણભાઈ અને તેમના દિકરા કાર્તીકને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. બનાવની સામ-સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


  • Follow us on: