ધ્રાંગધ્રાના તાલુકાના જશમતપુર ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા એટેક આવતા સમયે અચાનક ઢળી પડતા મોત થતા માતમ છવાઇ ગયો છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાકાળ બાદ નાની વયે એટેકથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જશમતપુર ગામના હાલ મોરબી વ્યવસાય કરતા દીલીપભાઇ ભોરણીયા(પટેલ)ના પત્ની અને ઘણાદ ગામની દીકરી જીંદગીબેન પટેલ ઉ.વર્ષ.33) નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રિ નિમિતે ગરબા રમી રહયા હતા. આ દરમ્યાન એકાએક ઢળી પડતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ હોસ્પિટલ પહોચે એ પહેલા જ મહિલાનું મોત થયુ હતુ. જેથી ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આમ 33 વર્ષીય મહિલાનું એકાએક હાર્ટ એટેકથી મોત થતા પરિવાર સહિત ધ્રાંગધ્રા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.










