દસાડા તાલુકાના વણોદ ગામે રહેતો 18 વર્ષીય વિષ્ણુ હેમાજી કાઠીયા માલવણ હાઈવે પર આવેલ એક હોટલમાં વેઈટરનું કામ કરે છે. તા. 10મીએ સાંજે હોટલના 4-5 કર્મચારીઓ કેનાલમાં ન્હાવા ગયા હતા. જેમાં વિષ્ણુ અચાનક કેનાલના ઉંડા પાણીમાં તણાવા લાગ્યો હતો. અને ડુબી જતા તેનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેના મૃતદેહને બહાર કાઢયો હતો. આ અંગે બજાણા પોલીસને જાણ થતા બીટ જમાદાર પ્રતાપભાઈ ખુંટી સહિતની ટીમે દોડી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.



  • Follow us on: