વઢવાણના યુવકે ચરોતરના આણંદ શહેરમાં રોડ ઉપરથી કાર લઇને પસાર થતા યુવકને રોકીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી કારમાં તપાસ કરી અપશબ્દો બોલી માર માર્યો હતો. એથી કાર ચાલક યુવકે ખોટી ઓળખ આપનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


 વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મુળ વઢવાણના અનીરૂધ્ધ ચાવડા આણંદના ગ્રીડ ચોકડી વિસ્તારમાં પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી આણંદના મનનકુમાર રાજેશભાઇ હિગુની કાર રોકી તપાસ કરી હતી. કારમાંથી કાંઇ વાંધાજનક નહીં નીકળતા ગાળાગાળી કરતા મનનકુમારે પોલીસને ફોન કરતા આ અનીરૂધ્ધ લકુમે ગાળાગાળી કરી માર મારી શર્ટ ફાડી નાખ્યો હતો. ત્યારબાદ મનનકુમારે આણંદ સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ પોલીસની ખોટી ઓળખ આપનાર અનીરૂધ ચાવડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આણંદ પોલીસે વઢવાણથી યુવકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે આ પોલીસની ખોટી ઓળખ આપનારે બીજી કેટલી જગ્યાએ આવી ખોટી ઓળખ આપી છે કે કેમ? એ બાબતની તપાસ હાથ ધરી છે.


  • Follow us on: