વઢવાણ શહેરમાંથી દર વર્ષે પદયાત્રા સંઘ અંબાજી ભાદરવી પુનમે ધજા ચડાવવા જાય છે. ત્યારે સતત 53મા વર્ષે આ આયોજન કરાયુ હતુ. જેમાં પદયાત્રા સંઘ જય માડી અંબે, જય જગદંબેના નાદ સાથે વઢવાણથી અંબાજી જવા રવાના થતા વાતાવરણ ભકિતમય બન્યુ હતુ. આ સંઘમાં વાઘેલા ગામના 85 વર્ષીય મગનભાઈ પટેલ છેલ્લા 11 વર્ષથી સતત જોડાય છે.


અંબાજીમાં બીરાજમાન માં આદ્યશકતી અંબાજી માતાજીના મંદીરે ભાદરવી પુનમે દર્શન અને ધજા ચડાવવાનું ભારે મહત્વ રહેલુ છે. ગુજરાતભરમાંથી ભકતો ભાદરવી પુનમે ચાલીને અંબાજી પહોંચે છે. ત્યારે વઢવાણના જયઅંબે પગપાળા સંઘ દ્વારા સતત 53મા વર્ષે આ વર્ષે પદયાત્રા સંઘનું આયોજન કરાયુ છે. જેમાં વઢવાણથી પદયાત્રા સંઘ જય માડી અંબે, જય જગદંબેના નાદ સાથે બુધવારે રવાના થયો હતો. 280 કિલો મીટરનું અંતર કાપીને આ પદયાત્રા સંઘ ભાદરવા માસની પુનમ પહેલા અંબાજી પહોંચશે. અને પુનમ પર્વે માતાજીને ધજા ચડાવશે. આ સંઘમાં 300થી વધુ ભાવીકો જોડાયા છે. સંઘમાં વઢવાણના વાઘેલા ગામના 85 વર્ષીય મગનભાઈ પટેલ છેલ્લા 11 વર્ષથી સતત પગપાળા અંબાજી જાય છે. સંઘનું આયોજન વઢવાણના ભરતભાઈ વાળા, લક્ષ્મણસીંહ ડોડીયા, દાજીરાજસીંહ જાદવ, જશુભા લીંબડ, રાજુભાઈ પરમાર સહિતના પદયાત્રા સંઘના માઈભકતો દ્વારા કરાયુ છે.


  • Follow us on: