સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરાઈ રહી છે. પરંતુ વરસાદ હાથતાળી દઈને જતો રહે છે. છેલ્લે તા. 10મી ઓગસ્ટે સુરેન્દ્રનગર શહેરમાં 3 મીમી વરસાદ પડયો હતો. ત્યારે બુધવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને રસ્તા ભીના થાય તથા માટીની સુંગધ પ્રસરે તેવુ વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આગામી 19મી ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે જન્માષ્ટમીના મેળામાં વરસાદ વિલન બનશે કેમ તેમ વિચારી મેળાના આયોજકોના અને મનપાના સત્તાધીશોના જીવ ઉંચા થઈ ગયા છે.

Surat : અમદાવાદની અપહૃત પરિણીતાને પોલીસે ચુંગાલમાંથી મુક્ત કરાવી, પેરોલ જમ્પ કરનાર ગેંગસ્ટર દેવરચંદ ગુર્જર ઝડપાયો









