ચુડાના ચોકડી ગામે રહેતા 25 વર્ષીય રાહુલસિંહ અજીતસિંહ પરમાર ખેતી કરે છે. તેમના મીત્ર કુલદીપભાઈ બાબરને રૂપીયા 60 હજારની જરૂર હોય પૈસા માંગ્યા હતા.


જેમાં મુળ ચોકડીના અને હાલ સુરેન્દ્રનગર રહેતા દિનેશ રબારી પાસેથી 1 લાખ માસીક 30 હજાર વ્યાજે લઈ તેમાંથી 60 હજાર કુલદીપને આપ્યા હતા. ત્યારબાદ તેઓ વ્યાજના વમળમાં ફસાતા દિનેશ રબારી પાસેથી કુલ 8 લાખ વ્યાજે લીધા હતા. તેમનું વ્યાજ ચુકવવા ચુડાના શૈલેષ ખટાણા પાસેથી 5.80 લાખ અને સુદામડાના વીહાભાઈ આલ પાસેથી દિનેશ રબારીના કહેવાથી પ લાખ લીધા હતા. અને આ લોકોના વ્યાજ ચુકવવા પત્નીના ઘરેણા રાણપુર ગીરવે મુકી ગોલ્ડ લોન પણ લીધી હતી. તેમ છતાં આ શખ્સો અવારનવાર વ્યાજની ઉઘરાણી કરતા હતા. અને વ્યાજ તથા મુદ્દલની માંગણી કરી ખેતર પચાવી પાડવાની, જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આથી રાહુલસિંહે ત્રણેય આરોપીઓ ચોકડીના દિનેશ રબારી, ચુડાના શૈલેષ ખટાણા અને સુદામડાના વીહાભાઈ આલ સામે ચુડા પોલીસ મથકે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.


  • Follow us on: