દસાડા તાલુકાના એક ગામમાં યુવતી રહે છે. પરીવારજનો સાથે યુવતી અવારનવાર ગામના બ્રીજેશ રજનીભાઈ પટેલને ત્યાં મજુરી કામે જતી હતી. જેમાં એકવાર બ્રીજેશે તું મને બહુ ગમે છે, તું મારી સાથે લગ્ન કરી લે તેમ કહ્યુ હતુ. જેમાં યુવતીએ ના પાડી હતી. બાદમાં બ્રીજેશે યુવતીની સખી સાથે કહેવડાવ્યુ હતુ કે, જો તે સંબંધ નહી રાખે તો બ્રીજેશ આત્મહત્યા કરી લેશે. પરંતુ આ વાત પણ યુવતીએ ધ્યાને લીધી ન હતી. ગત માર્ચમાં ગરમી પડતી હોઈ યુવતી રાતના સમયે ઘરના પાછળના રૂમમાં ખાટલામાં સુતી હતી. ત્યારે બ્રીજેશે ત્યાં આવીને તું અવાજ ન કરતી તેમ કહી યુવતી સાથે કુકર્મ કર્યુ હતુ. ગત જુલાઈમાં બ્રીજેશ અને તેનો મિત્ર અલ્પેશ પ્રજાપતી યુવતીને ફરવાના બહાને ડીસા લઈ ગયો હતો અને બન્નેએ એક કચેરીમાં લગ્ન કર્યા હતા. બાદમાં તા. 14-7ના રોજ અમદાવાદ કોર્ટમાં લઈ ગયો હતો અને સહી સિક્કા કરાવી લગ્ન કર્યા હતા. આ સમયે બ્રીજેશે હવે આપણા પાકા લગ્ન થઈ ગયા છે તેમ કહી યુવતીને ડીસા, વસ્ત્રાલ મુકામે હોટેલમાં લઈ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કડી ખાતે તેના સગાને ત્યાં લઈ ગયો હતો અને 20 દિવસ રહ્યા હતા. આથી યુવતીએ હવે આપણે કયાં સુધી બહાર ફરશું મારે ગામ જવુ છે તેમ કહેતા બ્રીજેશ ઉશ્કેરાયો હતો અને જાતી અપમાનિત કરી, તારો પગ અમારા ઘરમાં ન હોય તેમ કહેતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જયારે તા. 5મી ઓગસ્ટે અભયમ હેલ્પલાઈનની મદદથી યુવતી માતા-પિતાના ઘરે આવી હતી. બાદમાં અલ્પેશ પ્રજાપતી, તેનો ભાઈ રમેશ અને બ્રીજેશના પિતા રજની પટેલ યુવતીના ઘરે આવ્યા હતા. અને ધમકી આપી હતી. બનાવમાં યુવતીએ બ્રીજેશ રજનીભાઈ પટેલ, રજની પટેલ, અલ્પેશ નાનજીભાઈ પ્રજાપતી, રમેશ નાનજીભાઈ પ્રજાપતી સામે બજાણા પોલીસ મથકે એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.બી.બામ્બા ચલાવી રહ્યા છે.



  • Follow us on: