સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા વખતથી શહેરના ટાંકી ચોકથી લઈ પતરાવાળી અને હેન્ડલુમ ચોકથી લઈ ટાંકીચોક સુધીના રોડ પર સાઈડમાં બેસી પાથરણાવાળા અને લારીવાળાઓ સીઝનેબલ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા.


જેમાં ઉત્તરાયણ હોય તો પતંગ, દોરા, ધુળેટી હોય તો કલર, પીચકારી, ધાણી-દાળીયા, નવરાત્રી હોય તો આર્ટીફીશીયલ ફુલ, ફટાકડા, રંગોળી માટેના કલર તેઓ વેચતા હતા. આ વ્યવસાય મોટા ભાગે વિચરતી અને વિમુકત જાતીઓના દેવીપુજક, બાવરી, કાંગસીયા, સરાણીયા પરિવારો કરતા હતા. ગત જાન્યુઆરી માસથી સુરેન્દ્રનગર મનપા અસ્તીત્વમાં આવતા આ ધંધાર્થીઓને રસ્તા પરથી હટાવાયા છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આ પરિવારોને રસ્તાની સાઈડમાં બેસી વ્યવસાય કરવા મંજુરી આપવા મનપા કચેરી અને કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરાઈ છે. વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસે આ રજુઆતમાં જણાવ્યુ કે, નાના અને ગરીબ પરીવારો માટે આ તહેવારમાં 2 પૈસા કમાવવા ધૈધો કરવો જરૂરી બન્યો છે. આથી આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.


  • Follow us on: