મૂળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામે અનુસુચીત સમાજની સારી એવી વસ્તી છે. વર્ષોથી સમાજમાં કોઈનું અવસાન થાય તો તળાવની પાળે દફન વીધી કરાય છે. પરંતુ હાલ આ જગ્યા નાની પડતી હોઈ કોઈની દફનવીધી સમયે ખોદકામ કરવાથી અન્યના અસ્થી સામે આવે છે. આથી સમાજના લોકો વીચલીત થઈ જાય છે. ત્યારે ગામના અનુસુચીત સમાજના આગેવાનો ભરતભાઈ રાઠોડ, વીરાભાઈ, રામજીભાઈ, નાનજીભાઈ સહિતનાઓએ મુળી તાલુકા વિકાસ અધીકારીને લેખીત રજુઆત કરી છે. જેમાં તળાવની પાળે માટીકામ કરી થોડી જગ્યા વધારી આપવા અને સ્નાન ઘાટ બનાવવા, વીસામો બનાવવા માંગ કરાઈ છે.



  • Follow us on: