સુરેન્દ્રનગર શહેરના સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે સક્ષમ શાળા એવોર્ડ વીતરણ સમારંભ અને શૈક્ષણીક ચિંતન શીબીરનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાકક્ષાની 07 અને તાલુકાકક્ષાની 10 મળી કુલ 17 શાળાઓને અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેરીટમાં આવનાર છાત્રોને સન્માનીત કરાયા હતા.
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરીત સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે શિક્ષણ પ્રદાનમાં શ્રોષ્ઠ કામગીરી કરનાર શાળાઓને સક્ષમ એવોર્ડ અને શૈક્ષણીક ચિંતન શીબીરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધીકારી કે.એસ.યાજ્ઞીક, જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી ડો. ભદ્રસીંહ વાઘેલા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, શિક્ષણ નીરીક્ષક કે.એન.બારોટ, નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી બી.સી.પરમાર, તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી એમ.જી.રથવી, વઢવાણ બીઆરસી નરેશ બદ્રેશીયા, ટીચર ટ્રેનીંગ ઓફીસર દિનેશ સોલંકી સહિતનાઓના હસ્તે જિલ્લા કક્ષાની 7 અને તાલુકા કક્ષાની 10 મળી 17 શાળાઓને સન્માનીત કરાઈ હતી.










