સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સુરેન્દ્રનગર, વઢવાણ ખાતેના લોકમેળાના નિમંત્રણ કાર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખનું જ નામ કપાતા અને તેઓ બંને મેળામાં ગેરહાજર રહેતા માહોલ ગરમાયો હતો.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર મહાનગરપાલીકા અમલમાં આવ્યા બાદ સતત વિવિધ કામગીરીને લઇને વિવાદોમા રહે છે.ત્યારે સુરેન્દ્રનગર વહીવટીતંત્ર અને મ.ન.પા.દ્વારા આયોજીત તિરંગા યાત્રાના નિમંત્રણ કાર્ડમાં પ્રભારીમંત્રી,ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનું પણ નામ હોવાથી તેઓ હાજર રહયા હતા. પરંતુ સુરેન્દ્રનગર મ.ન.પા.દ્વારા આયોજીત વઢવાણ અને સુરેન્દ્રનગર બંન્ને લોકમેળાના ઉદ્ઘાટન માટેના નિમંત્રણ કાર્ડમાંથી માત્ર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહનું જ આયોજકોએ નામ બાકાત કરી દીધુ હતુ.મંત્રી, ધારાસભ્ય, અધિકારીઓ સહિતના બધા જ હાજર રહયા પરંતુ જિલ્લા સંગઠનના મુખ્ય કર્તાહર્તા પ્રમુખનું નામ નહી હોવાથી તેઓ બંન્ને ઉદ્ઘાટનમાં ગેરહાજર રહયા હતઘવે સુરેન્દ્રનગર કોર્પોરેશનના સતાધીશોએ તિરંગાયાત્રામાં નામ રાખ્યુ પરંતુ બન્ને મેળામાં નિમંત્રણ કાર્ડમાં જિલ્લા પ્રમુખનું નામ બાકાત રાખતા કાર્યકરો અને વિસ્તારના લોકોએ મ.ન.પા.ના સતાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો.










