વઢવાણના ઘરશાળા રોડ પર આવેલ શકિતનગરમાં રહેતા 47 વર્ષીય વીજુબેન જગદીશભાઈ સોનારા શહેરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી તરીકે કામ કરે છે. તેઓ હોસ્પિટલમાં કચરા-પોતા અને દર્દીઓને લાવવા-લઈ જવાનું તથા દર્દીઓને લગત કામગીરી કરે છે. તા. 15ના રોજ બપોરના સમયે તેઓની 12 કલાકથી 4 કલાક સુધીની નોકરી હતી. ત્યારે આ સમયગાળા દરમીયાન દર્દીઓ પ્રસુતી વિભાગમાં ડોકટર સાથે બોલાચાલી કરતા હતા. આ સમયે સિકયુરિટિ ગાર્ડ હાજર ન હતા. પરંતુ બોલાચાલી પુરી થયા બાદ ત્યાં આવ્યા હતા. બાદમાં કોઈ દર્દીએ વિજુબેનને પુછતા તેઓએ બનાવ સમયે સિકયુરિટિ ગાર્ડ હાજર ન હોવાનું કહ્યુ હતુ. આ સમયે ડો. ગૌરાંગ લખતરીયાએ વીજુબેનને અપશબ્દો કહી, તમારૂ કચરા-પોતા કરવાનું કામ છે, તમારા કામમાં ધ્યાન આપો તેમ કહી જાતી અપમાનીત કર્યા હતા. આ અંગે વિજુબેને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ડો. ગૌરાંગ લખતરીયા સામે એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ડીવાયએસપી એન.કે.પટેલ ચલાવી રહ્યા છે.

Gandhinagar News : બે દિવસમાં કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો









