રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તા. 25જુલાઈએ પરીપત્ર કરીને સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કુલોમાં નીવૃત શિક્ષકોને માનદ્દ વેતનથી નોકરીએ રાખવાનું જાહેર કર્યુ હતુ.
રાજયમાં શિક્ષીતી બેરોજગારીની ફૌજ છે ત્યારે નીવૃત શિક્ષકોને જ્ઞાન સહાયક તરીકે રાખવાના પરીપત્રનો વિરોધ કરી રાષ્ટ્રીય શૈક્ષીક સંઘે શિક્ષણ મંત્રીને લેખીત રજુઆત કરી હતી. ત્યારે બીજા જ દિવસે તા. 26ના રોજ સરકારે આ પરીપત્ર મુળ અસરથી રદ્દ કર્યો હતો.
સમગ્ર રાજયમાં હાલ શિક્ષકોની ભરતી ચાલી રહી છે. જેમાં સરકારી શાળામાં ધો. 1થી5, 6 થી 8, ધો. 9-10 સરકારી અને ગ્રાન્ટેડ તથા સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમીક હાઈસ્કુલોમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે. અંદાજે 25 હજારથી વધુ ભરતીઓ થવા છતાં હજુ પણ અમુક હાઈસ્કુલોમાં ખાલી જગ્યા જોવા મળે છે. આથી શિક્ષણ કાર્ય ખોરંભાય નહી તે માટે રાજયના શિક્ષક વિભાગે તા. 25 જુલાઈએ પરીપત્ર કરીને આ સ્થાનો પર નીવૃત શિક્ષકોને માનદ્દ વેતનથી રાખવાનો પરીપત્ર કર્યો હતો. આ પરીપત્રનો ઠેરઠેરથી વિરોધ જોવા મળ્યો હતો. જેમાં રાષ્ટ્રીય શૈક્ષીક સંઘે રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને લેખીત રજુઆત કરાઈ હતી. આ રજુઆત અંગે રાજયના ગ્રાન્ટેડ આચાર્ય સંવર્ગના પ્રાંત મંત્રી ભરતસીંહ ચાવડાએ જણાવ્યુ કે, રાજયમાં ટેટ અને ટાટ પાસ કરેલ બેરોજગાર ઉમેદવારોની ફૌજ છે. ત્યારે નીવૃત શિક્ષકોને રાખવાના બદલે આવા તાલીમી સ્નાતકોને તક મળવી જોઈએ. નીવૃત શિક્ષકોને આમેય પેન્શન તો મળવાનું જ છે. ત્યારે તાલીમી સ્નાતકોને જ્ઞાન સહાયક તરીકે લેવાથી બેરોજગારીનો પણ દર ઘટશે તેમ જણાવાયુ હતુ. ત્યારે રાજયના શિક્ષણ વિભાગના નાયબ સચીવ સતીશ પરમારે બીજા જ દિવસે મુળ અસરથી આ પરીપત્ર રદ્દ કરવાની જાહેરાત કરી હતી.