મુળ રાજસ્થાનના અને ગોંડલ પિતા પાસે રહીને અભ્યાસ કરતા રાજકુમાર જાટ નામના યુવકનું હાઇવે ઉપર શંકાસ્પદ હાલતમાં મોત થયુ હતુ. ત્યારબાદ યુવક ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસીહ જાડેજાના ઘર પાસેથે પસાર થયા બાદ ઘરમાં દેખાતો વીડીયો પણ વાયરલ થયો હતો. યુવકના અપમૃત્યુ મામલે પૂર્વ ધારાસભ્ય જયરાજસીહ જાડેજા અને એના માણસો જવાબદાર હોવાના આક્ષેપ સાથે યુવકના પિતા હાકોર્ટ સુધી પહોચ્યા હતા. હાઇકોર્ટ દ્વારા તા. 15/10/2025એ કેસની તપાસ માટે SITની રચના કરી સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રા ડીવાયએસપી જે. ડી. પુરોહીતને તપાસ સોંપતા એસ.પી. દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગોંડલના પુર્વ ધારાસભ્યના પુત્ર જ્યોતીરાદીત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ અને એની સાથેના યુવકને તપાસ માટે બપોરે ચારેક વાગ્યે સુરેન્દ્રનગર એસ.પી.કચેરી અને ત્યાંથી 7 વાગ્યે એલ.સી.બી.કચેરીએ બોલાવ્યા બાદ ત્યાં એસ.પી.પ્રેમસુખ ડેલુ અને એલ.સી.બી.પીઆઇ જે.જે.જાડેજાની હાજરીમાં પુછપરછ કરાઇ હતી. આમ શનિવારે ચારેક કલાક રાજકુમાર જાટના મોતના મામલે તપાસનો ધમધમાટ ચાલ્યો હતો.
