ધ્રાંગધ્રામાં રહેતા પરીવારની દિકરીના વર્ષ 2018માં ગાંધીનગર લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ અવારનવાર કરીયાવર બાબતે ત્રાસ આપતા હતા. અને રૂ. 5 લાખની માંગણી કરી હતી. આ બનાવમાં હાલ પિતૃગૃહે રહેલી પરિણીતાએ સાસરિયા પક્ષે 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ધ્રાંગધ્રા રહેતા પરિવારની દિકરીના તા. 8-5-2018માં ગાંધીનગરમાં રહેતા પ્રીયાંક જીતેન્દ્રભાઈ રાજદેવ સાથે થયા હતા. આ લગ્ન ધ્રાંગધ્રાના પ્રમોદભાઈ નાગરભાઈ પુજારાએ કરાવી આપ્યા હતા. જે દિકરીના ફુવાજી થાય છે. લગ્નના 15 દિવસ બાદ જ પતિ અને સાસુ નાની નાની બાબતે મેણાટોણા મારતા હતા. અને પતિ અવારનવાર પિયરથી પૈસા લઈ આવવા દબાણ કરતા હતા. જેમાં પ્રમોદભાઈ, વાસણા રહેતા શીવાંગીબેન કૃણાલભાઈ જસાણી, કૃણાલ પ્રભુદાસભાઈ જસાણી ઘરે આવી પતિને ચડામણી કરતા હતા અને પતિ માર મારતા હતા. તા. 4-2-19ના રોજ ઘરે મોટો ઝઘડો થયો હતો અને પતિ-સાસુએ રૂપીયા 5 લાખ પીયરમાંથી લઈ આવવાનું કહી જો તું 5 લાખ નહી લાવે તો ઘરમાં ન આવતી, નહી તારે જાન ગુમાવવા પડશે તેવી ધમકી આપી હતી. આથી પરણીતા પિતૃગૃહે આવી હતી. અને બાદમાં પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસમાં ભરણપોષણ ન ચુકવવુ પડે તે માટે પતિ સહિતનાઓ અવારનવાર ધ્રાંગધ્રા આવી અપશબ્દો કહી છુટાછેડા લેવા દબાણ કરી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા. બનાવની પતિ પ્રિયાંક જીતેન્દ્રભાઈ રાજદેવ, સાસુ સરોજબેન જીતેન્દ્રભાઈ રાજદેવ, પ્રમોદ નાગરભાઈ પુજારા, શીવાંગીબેન કૃણાલભાઈ જસાણી, કૃણાલ પ્રભુદાસભાઈ જસાણી સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ઘરેલુ હિંસાની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી કે.એચ.ડોડીયા ચલાવી રહ્યા છે.










