સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ગાંધીગીરી અપનાવાઈ છે. જેમાં બુધવારે સાંજના સમયે મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણે, નાયબ કમીશ્નર એસ.કે.કટારા સહિતની ટીમ શહેરના ટાવર ચોકથી લઈને મહેતા માર્કેટ સુધી ચાલીને નીકળી હતી. જેમાં દરેક વેપારીને ગુલાબનું ફુલ આપી રસ્તા પર ગંદકી ન કરવા, સ્વચ્છત રાખવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત દિવસમાં બે વાર નીકળતી કચરાની ગાડીમાં પોતાની દુકાનનો કચરો નાંખવા અપીલ કરી હતી.

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો









