સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં અનેક સ્થળે ખાતરના ઢગલા જોવા મળે છે. ગ્રામ્ય પંથકમાં જોવા મળતા ઢગલા મહાનગરપાલીકા વિસ્તારમાં પણ જોવા મળતા મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ચોમાસાનો સમય છે. ત્યારે આ ખાતરમાં વરસાદી પાણી પડવાથી માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હતો. બીજી તરફ રસ્તાની સાઈડોમાં પડેલા ખાતરના ઢગલાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે દુર્ગંધમાંથી પસાર થવુ પડતુ હતુ. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નં. 3માં આવેલા નવા જંકશન વિસ્તારમાં શકિતપરા, અલકા સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, નવા જંકશન રોડ સહિતના વિસ્તારોમાં મનપાને ટીમે રોગચાળો ન ફેલાય અને રસ્તાઓ ખુલ્લા થાય તે હેતુથી ખાતરના ઢગલા હટાવવાની કાર્યવાહી આરંભી હતી. જેમાં 2 સુપરવાઈઝર અને સબ સેનેટરી ઈન્સપેકટરની ટીમે 1 જેસીબી અને 6 ટ્રેકટરની મદદથી દિવસ દરમિયાન 32 ફેરા કરીને ઢગલાઓ દુર કર્યા હતા.

Sabarkantha News: મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવકને કાળ આંબી ગયો, વીજળી પડતા મોત









