સુરેન્દ્રનગરના રતનપરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કૂલ-છાત્રાલય સંભાળનારને સમયસર કામગીરી નહી કરતા હોવાના બહાને નોટીસ પાઠવાતા અનેક તર્ક વિતર્કો સેવાઇ રહયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણુ, માખી પડતી હોવાની અમુક વખત ફરીયાદ ઉઠતી હોય છે.પરંતુ વિદ્યાર્થીઓને ત્યાં જ રહેવાનુ હોવાથી ખુલીને બોલી શકે નહી.એવામાં ગુરૂકુળના સંચાલક આનંદસ્વામીએ છાત્રાલય અને સ્કૂલ બંન્નેમાં જવાબદારી સંભાળતા કૌશીકભાઇને લેખીતમાં નોટીસ પાઠવી છાત્રાલયમાં સમયસર કામગીરી નહી થતી હોવાનું જણાવી સમયસર હાજર ના રહી શકતા હોય તો બહાર વ્યવસ્થા કરી લેવા પણ જણાવ્યુ છે. બીજી તરફ સમયસર ન આવવા જેવી બાબતમાં સંસ્થાના પ્રતિનીધીને મૌખીક પણ સુચના કે ઠપકો આપી જ શકાય પરંતુ ભોજનમાં ધ્યાન નહી આપતા હોવાના કારણે નોટીસ આપી હોવાનું મનાઇ રહયુ છે.હવે નોટીસ બાદ શુ કાર્યવાહી થાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.










