ધ્રાંગધ્રાના ધારાસભ્ય વિસ્તારમાં અમુક સમયે જ દેખાય છે ત્યારે પદયાત્રાનો વીડીયો અપલોડ કરતાની સાથે જ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોને માવઠાથી થયેલ પાક નુકશાનીમાં સહાયની મદદ કરવા અને રોડ બનાવવા જેવા કામ કરો પછી વીડિયો મુકજો સહિતની કોમેન્ટનો વરસાદ કરી વિરોધ સાથે નારાજગીનો સૂર દર્શાવ્યો હતો.
લોકો નેતાઓને કામ કરે સમસ્યા ઉકેલે એટલે ચૂંટીને મોકલતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એકતા પદયાત્રા બાદ કાર્યક્રમનો વીડીયો અપલોડ કરતાની સાથે જ લોકોએ કોમેન્ટનો મારો ચલાવ્યો હતો કે પહેલા ખેડૂતોને પાક નુકશાની સહાય અપાવો, કથા નથી કરવી અને રોડ તો બનાવો પછી પદયાત્રા કરજો સહિતના કટાક્ષ કર્યા હતા. કારણ ગત વર્ષની પાક નુકશાની સહાય મળશે એવી ધારાસભ્યએ ખેડૂતોને સાંત્વના આપી હતી. પરંતુ હજી સુધી અસંખ્ય ખેડૂતોને ગત વર્ષ સહાય પણ આજદિન સુધીમાં મળી નથી. જેથી પંથકના ખેડૂતોએ ભારે રોષ વ્યકત કર્યો હતો. આમ ધારાસભ્ય પ્રજાલક્ષી કામકાજમાં સતત નિષ્ક્રીય રહેતા હોવા છતાંય જિલ્લા તેમજ પ્રદેશકક્ષાના નેતા પણ કોઇ ધ્યાન નહીં આપતા હોવાથી લોકોએ ભારે નારાજગી વ્યકત કરી હતી.










