સુરેન્દ્રનગર મનપાના વર્ષોથી ફરજ બજાવતા કાયમી કર્મચારીઓને પુરતા સરકારી લાભ અને ઓવરટાઇમ સહિતના કામનો પુરતો પગાર મળે એ સહિતની માંગ સાથે સુરેન્દ્રનગર મજદુર સંઘ દ્વારા મનપાની કચેરીએ ડેપ્યુટી કમીશ્નરને આવેદન અપાયુ હતુ.


વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર સંયુકત પાલીકામાંથી મહાનગરપાલીકા અમલમાં આવ્યા બાદ વિસ્તાર અને સ્ટાફ ઉપર કામનું ભારણ પણ વધ્યુ છે.ત્યારે સુરેન્દ્રનગર મજદુર સંઘ દ્વારા મ.ન.પા.માં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓની વિવિધ માંગને લઇને આવેદનપત્ર ડેપ્યુટી કમીશ્નરને આપ્યુ હતુ,જેમાં કાયમી કર્મચારીઓને મળવા પાત્ર લાભ નથી મળતા જે અપાય,સાતમા પગાર પંચ મુજબ પગાર ચુકવાય છે પરંતુ ઘરભાડુ,મેડીકલ અને વાહન એલાઉન્સની રકમ છઠા પગારપંચ મુજબ ચુકવાય છે સાતમા મુજબ ચુકવાય,મ.ન.પા.નો વિસ્તાર વધવાના કારણે કામનુ ભારણ પણ વધ્યુ છે જેથી ઓવરટાઇમ કામ લેવાય છે રજાના દિવસે કામ લેવાય છે જે કામનું વેતન ચુકવાય,સીનીયોરીટી લીસ્ટ જાહેર કરી બઢતીનો લાભ અપાય એવી માંગ કરી હતી.આમ હવે અધિકારીઓને ધ્યાને આપ્યા બાદ તંત્ર દ્વારા આ નિષ્ઠા પુર્વક કામ કરતા અ કાયમી કર્મચારીઓની માંગ કયારે પુરી કરાય છે અને માંગ સંતોષાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.


  • Follow us on: