સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેરના પોપટપરા, ધ્રાંગધ્રાના નરાળી, ચોટીલા, સાયલા, થાન શહેરમાં પોલીસે જુગારના 11 દરોડા કર્યા હતા. જેમાં 3 મહિલાઓ સહિત 19 શખ્સો રોકડા રૂ. 48,200 સાથે પકડાયા હતા.


ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે જુગારની બાતમી મળતા એએસઆઈ પી.પી.ખુંટી, નરેશ ભોજીયા સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં ભરત ઈશ્વરભાઈ વીંછીયા, મુના ભાનુરામભાઈ નીમાવત, દશરથ શ્રાવણભાઈ ધામેચા અને અશ્વીન કાળુભાઈ પાટડીયા રોકડા રૂ. 4,950 સાથે પકડાયા હતા. અને સુરેન્દ્રનગરના પોપટપરા શેરી નં. 2ના નાકે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસના ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં પ્રવીણ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા, જયોતીબેન વિરમભાઈ સારલા, જુલાવતી ઉર્ફે જુલી ભોલાભાઈ કાલીયા અને રંજનબેન જેસીંગભાઈ મકવાણા રોકડા રૂ. 39,400 સાથે પકડાયા હતા. જયારે ચોટીલામાં રામાની પીચ પાસે ખુલ્લા પટમાં ગંજીપાનાની જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં કીશન લાલજીભાઈ મેણીયા, રમેશ કડવાભાઈ ચૌહાણ અને નીતીન મનુભાઈ ખાવડીયા રોકડા રૂ. 710 સાથે પકડાયા હતા. બીજી તરફ સાયલા તાલુકાના ડોળીયા ગામના સ્મશાન પાસેથી ગેલા ડુંગરભાઈ મકવાણા રોકડા રૂ. 230 સાથે, સાયલા નેશનલ હાઈવે પર મુરલીધર હોટલના મેદાનમાંથી રમેશ ગીરધારીલાલ રોકડા રૂ. 240 સાથે, ચોટીલા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસેથી મોટા કાંધાસર ગામે રહેતો સંજય ભનુભાઈ મેર રોકડા રૂ. 440 સાથે, ચોટીલા સરકારી હોસ્પીટલ પાછળથી થાન રોડ પર રહેતો અજય કદુભાઈ સોવસીયા રોકડા રૂ. 410 સાથે, ચોટીલાના કુંભારા ગામના રસ્તેથી કાળાસર ગામનો કીશન ધીરૂભાઈ માલકીયા રોકડા રૂ. 360 સાથે, ચોટીલાના જલારામ મંદિર સામેથી કાળાસર ગામનો હરેશ દેવશીભાઈ માલકીયા રોકડા રૂપીયા 550 સાથે, ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામની શાળા પાસેથી હિતેશ કાળુભાઈ મેઘાણી રોકડા રૂપીયા 580 સાથે, થાન જુની એસબીઆઈ પાસેથી વિનોદ લઘરાભાઈ પરમાર રોકડા રૂપીયા 330 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા હતા.


  • Follow us on: