સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા, દસાડાના ખારાઘોઢા નવાગામ, સુરેન્દ્રનગરના નર્મદા કવાર્ટર પાસે, મફતીયાપરા, ટાંકી ચોક, ગોકુલ હોટલ પાસે પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 15 શખ્સો રોકડ, મોબાઈલ, બાઈક, કાર સહિત રૂ.5,79,150ની મત્તા સાથે પકડાયા છે. ચોટીલાના ઢોકળવામાં 5 અને સુરેન્દ્રનગરના નર્મદા કવાર્ટર પાસે થયેલ દરોડામાં 3 મળી કુલ 8 આરોપી ફરાર થઈ ગયા હતા.
ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં જુગારની બાતમી મળતા નાની મોલડી પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસને જોઈને જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. પોલીસે ચતુર સોમાભાઈ રાઠોડ, વિકુ રૂપાભાઈ સુસરા, રમેશ શામજીભાઈ જખાણીયા, કરશન પાલાભાઈ ચાવડા, કનુ દાનાભાઈ વારગીયા, વિજય ભીમાભાઈ ગોજીયા, ભગીરથ બાવકુભાઈ ખાચરને રોકડા રૂ. 14,100, 6 મોબાઈલ ફોન, રૂ. 5 લાખની થાર કાર, બાઈક સહિત કુલ રૂ. 5,64,100ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં અલ્પેશ ભીખાભાઈ ભરવાડ, જીલુ મશરૂભાઈ ખીટ, વિપુલ વિઠ્ઠલભાઈ મેર, ગાંડુ ભાણાભાઈ ચાવડા અને વિનુ ધીરૂભાઈ મેટાળીયા ફરાર થઈ ગયા હતા. જયારે દસાડા તાલુકાના ખારાઘોઢા નવાગામ બસ સ્ટેશન પાસે ગંજીપાનાનો જુગાર રમતા ઘનશ્યામ બચુભાઈ પાટડીયા, ચેતન નરશીભાઈ ઓડુચા, રોહીત પેલાદભાઈ તરેટીયા અને સુખા ત્રીકમભાઈ રાઠોડ રોકડા રૂ. 12,790 સાથે પકડાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર નર્મદા કવાર્ટર પાસે આવેલ ભોપાના ચોકમાં ગુડદી પાસાના જુગારની વિગત મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં સદ્દામ ઉર્ફે ફેવીકોલ હબીબભાઈ મોવર રોકડા રૂ. 1330 સાથે પકડાયો હતો. આ દરોડામાં નારાયણ ઉર્ફે ભુરો છેલાભાઈ ભરવાડ, પીન્ટુ ઉર્ફે ડાકુ કમાભાઈ, સુભાષ ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ ખાટકીવાડમાંથી મફતીયાપરામાં રહેતો મહેશ બચુભાઈ કાવેઠીયા રોકડા રૂ. 320 સાથે, સુરેન્દ્રનગરની ગોકુલ હોટલ પાસેથી મફતીયાપરામાં રહેતો હસમુખ ઉર્ફે હકો નગવાડીયા રોકડા રૂ. 240 સાથે, સુરેન્દ્રનગરના ટાંકીચોકમાંથી વાદીપરામાં રહેતો મહેબુબ ઉર્ફે બાદશાહ અહેમદભાઈ મકરાણી રોકડા રૂ. 370 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયા હતા.










