સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નરશીપરાના રહેણાક મકાન અને આંબેડકર હોલ પાસે આવેલ અવાવરૂ જગ્યામાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. બન્ને દરોડામાં આરોપી મળી આવ્યા ન હતા. પરંતુ પોલીસે દેશી દારૂ 300 લીટર, બીયરના 192 ટીન, દારૂની બે બોટલ, એકટીવા સ્કુટર સહિત રૂ. 76,036નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ ઘાંઘર, સંજયભાઈ સહિતનાઓને ધ્રાંગધ્રાના નરશીપરામાં રહેતો કેતન ઉર્ફે નકો નવીનભાઈ મકવાણા તેના રહેણાક મકાને દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે તપાસ કરતા ઓરડીમાંથી 300 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને ફ્રીઝમાંથી 192 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દેશી દારૂ અને બિયર મળી કુલ રૂ. 49,740ની મત્તા કબજે કરી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. જયારે ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન આંબેડકરનગરમાં આવેલ હોલ પાસે અવાવરૂ જગ્યામાં નરેન્દ્ર ઉર્ફે પન્ની તળશીભાઈ ચૌહાણ વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈને એકટીવા પાર્ક કરી તેની પાસે ઉભેલો નરેન્દ્ર ફરાર થઈ ગયો હતો. એકટીવામાં ચાવી લગાવેલ જ હોય પોલીસે તેને લઈને ડેકી ખોલતા તેમાંથી વિદેશી દારૂની 2 બોટલ મળી આવી હતી. આથી રૂ. 25 હજારનું એકટીવા અને રૂ. 1296નો દારૂ જપ્ત કરી નરેન્દ્ર સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. બીજી તરફ રતનપર બાયપાસ રોડ માળોદ ચોકડી પાસેથી સુધારા પ્લોટમાં રહેતો સમીર યુસુફભાઈ કટીયા દારૂ પીધેલી હાલતમાં વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂ. 150 સાથે પકડાયો હતો.


  • Follow us on: