સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ક્રિકેટ ટીમે અમદાવાદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં બરોડા ટીમને હરાવી જીત મેળવતા સુરેન્દ્રનગરનું ગૌરવ વધારવા બદલ સન્માન કરાયુ હતું.


 અમદાવાદ એવેન્જર ગ્રુપ દ્વારા PMના 75માં જન્મદિન નિમિત્તે ઓલ ગુજરાત સિનીયર સિટીઝન ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમે બરોડાની ટીમને પરાજય આપી વિજય મેળવતા ટુર્નામેન્ટના બેસ્ટ બેસ્ટ બેસ્ટમેન અમ્રતસિંહ મકવાણા, બેસ્ટ બોલર વનરાજસીહ પરમાર, બેસ્ટ ફીલ્ડર અને ટુનામેન્ટ ઓફ સીરીઝ ભગીરથસિંહ ચુડાસમા અને બેસ્ટ વિકેટ કીપર પી. પી. જોશી અને કેપ્ટન જે. પી.રાણા સહિતનાને સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે સાંસદ ચંદુભાઇ શીહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા, રૂદ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ચુડાસમા સહિતના આગેવાનો હાજર રહયા હતા. આમ રાજ્યકક્ષાએ સુરેન્દ્રનગરની ટીમે નામ રોશન કરતા સૌએ ગર્વ અનુભવ્યો હતો.


  • Follow us on: