વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં રખડતી ભટકતી ગાયોને વાયરસથી બચાવી શકાય એ માટે યુવાનોએ 150 જેટલા અબોલજીવોને વાયરસની રસીના ડોઝ આપી અનોખી સેવા કરી હતી. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર હાલ અબોલજીવો અને એમા ખાસ ગાયોમાં લમ્પી વાયરસ જોવા મળે છે.ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામના દાદાછોરૂ ગ્રુપના યુવાનોની ટીમ રખડતી ભટકતી ગાય સહિતના રેઢીયાર અબોલ જીવોની સેવા કરે છે.આ યુવાનોની ટીમે 150 ગાય સહિતના અબોલજીવોને લમ્પી વાયરસની રસીના ડોઝ આપી અનોખી સેવા કરી હતી. બીજી તરફ લોકો પ્લાસ્ટિક સહિતનો કચરો જાહેરમાં ફેકતા હોય છે જે કચરો આ રખડતા ભટકતા ઢોર ખાવાથી પણ બીમારીનો ભોગ બને છે. જેથી આ ગ્રૂપ દ્વારા લોકોને કચરો જાહેરમાં નહી ફેંકવા પણ અપીલ કરાઇ રહી છે.



  • Follow us on: