હાલ ચોમાસાની સીઝન ચાલે છે અને માંડલ સહિત પંથકમાં વરસાદી માહોલ પણ જામ્યો છે, બે ચાર દિવસથી વરસાદની સાથે ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી છે ત્યારે પશુઓ, વન્યજીવો અને ઝેરી જનાવરો પણ આ ઠંડક પ્રસરતાની સાથે બહાર રોડ રસ્તાઓ ઉપર વધારે પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામે એટલે સાપ વધારે પ્રમાણમાં નીકળતાં હોય છે અને ક્યારેક તો રહેણાંક વિસ્તારો કે સંસ્થાઓમાં આવા જનાવરો ફરતાં ફરતાં આવી જતાં હોય છે જેથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. ત્યારે નગરની શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલમાં સોમવારની વહેલી સવારે એક સાપ નીકળતાં રહીશોએએ ગભરાહટ અનુભવેલ જોકે નગરમાંથી એક નિષ્ણાંત અને સેવાભાવી જબ્બાર નામના યુવકે પોતાની સુઝબુઝથી સાપનું રેસક્યું કરીને દુર વન વિસ્તારમાં તેને મુક્ત કરી દીધેલ હતો. જેની સાથે શાળામાં અને આસપાસ રહેતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



  • Follow us on: