ધ્રાંગધ્રાના હળવદ રોડ ઉપર કોર્ટ સામે હાઇવેના તુટેલા ડાયવર્ઝનથી રોંગ સાઇડથી સ્કૂલ સહિતની જગ્યાએ વાહનો અવર જવર કરતા હોવાથી વિધ્યાર્થીઓ ઉપર ખતરો મંડરાઇ રહયો હોઇ બંધ કરવાની માંગ ઉઠી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના હળવદરોડ ઉપર કોર્ટની સામે ર્શોટકટ અવર જવર માટે કચ્છ હાઇવેનું ડાયવર્ઝન તોડી નાખ્યુ છે.તુટેલા ડાયવર્ઝનથી સ્કૂલે કે આજુબાજુની નજીકની જગ્યાએ જતા સ્કૂલ રીક્ષા,વાલીઓ સહિતના વાહનો અહી ડાયવર્ઝન તુટેલી જગ્યાથી રોંગ સાઇડમાં અવર જવર કરી રહયા છે.આ અમદાવાદ કચ્છ હાઇવે સતત ધમધમતો હોવાથી રોંગ સાઇડમાં વાહનોની અવર જવરના કારણે સ્કૂલના વિધ્યાર્થીઓ સહિતના લોકો ઉપર સતત ખતરો મંડરાઇ રહયો છે.જેથી મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા એલ.એન્ડ ટી કંપની અને માર્ગમકાન વિભાગ દ્વારા તાત્કાલીક આ ધ્રાંગધ્રા કોર્ટની સામે તુટેલુ ડાયવર્ઝન તાત્કાલીક બંધ કરી દેવાય એવી લોકો માંગ કરી રહયા છે.


  • Follow us on: