સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક સ્વામીનારાયણ મંદિરના દ્વીદશાબ્દી મહોત્સવનું આયોજન તા. 1લીથી તા. 7મી નવેમ્બર દરમિયાન કરાયુ છે. જેના અંતર્ગત શનિવારે સવારે પોથીયાત્રા બાદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થીત રહ્યા હતા. આ તકે લાલજી મહારાજે જણાવ્યુ કે, ભગવાન સ્વામીનારાયણે 200 વર્ષ પહેલા લખેલ શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોનો સાર છે.


સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં જવાહર ચોક સ્વામીનારાયણ મંદિર આવેલુ છે. મંદિરમાં બીરાજમાન રાધાકૃષ્ણ દેવ, હરીકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજ આદિ મુર્તીઓની સ્થાપનાને 20 વર્ષ પુરા થયા છે. ત્યારે મંદિર દ્વારા તા. 1 થી 7 નવેમ્બર દરમીયાન દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં તા. 1ને શનિવારે મંદિરથી કથા સ્થળ રાજકોટ રોડ પર આવેલ ભારત જીન સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. જયારે લાલજી મહારાજના હસ્તે શિક્ષાપત્રી સચીત્ર પ્રદર્શનનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ તકે લાલજી મહારાજે જણાવ્યુ કે, ભગવાન સ્વામીનારાયણે લખેલ શિક્ષાપત્રીને 200 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. શિક્ષાપત્રીએ સર્વ શાસ્ત્રોનો સાર છે. તેમાં જણાવાયા મુજબ હરિભકતો જીવન જીવે તો ભગવાનનો રાજીપો મળે છે. આ તકે શ્રીમદ્દ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથા શ્રાવણ કરવા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થીત રહ્યા હતા. મહોત્સવના બીજા દિવસે આજે તા. 2ને રવિવારે સર્વરોગ નીદાન કેમ્પ, શ્રામજીવી પરિવારના બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ, શિક્ષાપત્રી અભીષેક સહિતના કાર્યક્રમો યોજાનાર છે. જયારે કાલે તા. 3જીને સોમવારે રકતદાન કેમ્પ અને ઝુંપડામાં રહેતા પરિવારોને તાલપત્રી વિતરણ પણ કરવામાં આવશે.


  • Follow us on: