વઢવાણ શહેરમાં રહેતી એક યુવતીના ગામમાં જ લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને સંતાનમાં એક દિકરી થઈ હતી. બાદમાં સાસરીયાઓનો ત્રાસ વધતા પરિણીતાએ છુટાછેડા લીધા હતા. પરંતુ દિકરીના ભવિષ્યનો વિચાર કરી ફરીથી એ જ પતિ સાથે સંસાર માંડતા પતિએ લગ્નનો વાયદો કરીને ગર્ભવતી બનાવી દીધી હતી. જયારે લગ્નની ના પાડતા પરિણીતાને લાગી આવતા તે આત્મહત્યાના વિચાર સાથે ઘરેથી નીકળી હતી. જેમાં 181 અભયમની ટીમ જિંદગીથી હારી ગયેલી પરિણીતાની વ્હારે આવી હતી.


વઢવાણમાં રહેતા એક પરીવારની દિકરીના 7 વર્ષ પુર્વે વઢવાણના જ એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને સંતાનમા એક દિકરી પણ થઈ હતી. બાદમાં ઘરમાં નાના-મોટા ઝઘડા શરૂ થયા, સાસુ-સસરા મેણા-ટોણા મારવા લાગ્યા હતા જયારે પતિ નાની નાની વાતોમાં ઝઘડો કરી મારકુટ કરતો હતો. આથી પરિણીતાએ પતિ સાથે છુટાછેડા લીધા હતા. બાદમાં પતિ અવારનવાર પરિણીતાના પીયર જવા લાગ્યો, બન્ને વચ્ચે ફોનમાં વાતચીત શરૂ થઈ હતી. અને દિકરીના ભવિષ્ય માટે પરિણીતાએ પતિ દ્વારા મુકાયેલ ફરીથી લગ્ન કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. બે વર્ષ પહેલા ફરીથી લગ્ન કરવાનો વાયદો કરીને પરિણીતા એ જ પતિ સાથે ગયા બાદ હાલ તેને 4 માસનો ગર્ભ છે. આ દરમિયાન પતિ સગર્ભાને મારકુટ કરતો હોવાથી પરિણીતાએ નીરાશ અને હતાશ થઈ આત્મહત્યાના કરવાના વિચાર સાથે ઘર ત્યાગ કર્યો હતો. આ અંગે અભયમ મહિલા હેલ્પલાઈન નંબર 181માં કોલ આવતા કાઉન્સીલર પાયલબેન પ્રજાપતિ સહિતની ટીમ દોડી ગઈ હતી. અને પરિણીતાનું કાઉન્સીલીંગ કરી તેને કાયદાકીય માર્ગદર્શન આપ્યુ હતુ અને સુરક્ષા-સંભાળની ખાતરી સાથે હાલ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રાય અપાયો છે અને પરિણીતાની જિંદગી 181ની ટીમે બચાવી છે.


  • Follow us on: